અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદ : 03-09-2022
અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00 કલાકે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદ બપોરે 2-30 કલાકે પૂ. મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત ઐતિહાસીક ‘ભારત જોડો પદયાત્રા’ પહેલા આદરણીયશ્રી રાહુલ ગાંધીજી પૂ. મહાત્મા ગાંધી – સરદાર સાહેબની ધરતી ગુજરાત આવશે અને પૂજ્ય મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો