અન્ય ભાષા ભાષી સેલનો કાર્યભાર સાંભળતા શ્રી દિનાનાથસિંહ ઠાકુર : 24-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી દ્વારા અન્ય ભાષાભાષી સેલના ચેરમેનશ્રી દીનાનાથ ઠાકુરની નિમણુંકના પદભાર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં વસતા દેશના વિવિધ પ્રાંતો રાજ્યોના આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ નવનિયુક્ત ચેરમેનશ્રી દીનાનાથ ઠાકુરને અભિનંદન પાઠવીને ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં, ગામડામાં વસેલા દેશના વિવિધ પ્રાંતોના પ્રજાજનોનો અવાજ બનવા અને કોંગ્રેસને મજબુત બનાવવા અપીલ કરી હતી. ગુજરાતમાં વિવિધ પ્રાંતના લોકો આવીને રોજગારી માટે વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમના શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ સહિતના પ્રશ્નો અંગે કોંગ્રેસ પક્ષના ભાષાભાષી સેલ માધ્યમ બનશે તેવી આશા વ્યકત કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note