અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતીઓ પકડાઈ : 10-08-2016

રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતીઓ પકડાઈ છે તેમ છતાં ભાજપ સરકાર પગલાં લેવાને બદલે ભીનું સંકેલે છે તે દર્શાવે છે કે, ભાજપ સરકારને ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘંઉ, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે મળતીયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે ત્યારે ભાજપની જુદી જુદી ધન સંગ્રહ યોજના હેઠળ શું અન્ન નાગરિક પુરવઠામાં પણ કાળો કારોબાર ચાલે છે? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, નેશનલ ફૂડ સીક્યોરીટી એક્ટ એ 2013 માં UPA સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે લાવવામા આવ્યુ હતું જેનો મુખ્ય ઉદ્દેશ આઝાદ ભારતના નાગરીકોને સસ્તા દરે પર્યાપ્ત માત્રામાં ઉત્તમ પ્રકારનું પોષણયુક્ત ખાધ્યધાન મળી રહે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note