“અચ્છે દિન” એટલે શું મોંઘવારી ? : 30-10-2015
બેફામ મોંઘવારીને કારણે દેશ અને ગુજરાતના નાગરિકોના માઠા દિવસોની શરૂઆત થઈ ગઈ અને “અચ્છે દિન” એટલે શું મોંઘવારી ? તેવા પ્રશ્ન સાથે પ્રજા વિરોધી ભાજપ સરકારની નિતી અને નિયતને ખુલ્લી પડે તેવા ગુજરાત સરકારના સામાજિક-આર્થિક સમીક્ષા ૨૦૧૪-૧૫ ના અહેવાલમાં મુખ્ય ખેતી પાકો હેઠળના વિસ્તારમાં વાવેતર, ઉત્પાદન અને હેક્ટદીઠ તો તુવેર, ચણા અને કુલ કઠોળના ઉપજના આંકડાઓ ચોક્વાનારા છે ત્યારે તુવેર, ચણા અને કઠોળના ઉત્પાદન વધુ થયું હોય તો પછી ગુજરાતના ૬ કરોડ નાગરિકો ૨૦૦/-રૂ.કિલો દાળ કેમ ખાવી પડે છે અને કઠોળના ભાવ કેમ આસમાને છે તેવો પ્રશ્ન પૂછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સામાજિક-આર્થિક સમીક્ષા અહેવાલમાં વર્ષ ૨૦૦૪માં તુવેર ૨૬૬૦૦૦ હેકટરમાં, ૨૬૩ હજાર ટન ઉત્પાદન અને ૯૮૭ કીગ્રા હેક્ટરદીઠ ઉપજ થઈ છે. જયારે ચણા ૧૭૫ હજાર હેક્ટરમાં ૧૭૭ હજાર ટન ઉત્પાદન અને ૧૦૦૮ કિગ્રા હેક્ટરદીઠ ઉપજ થઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો