અંજારમાં ગુજરાત કોંગ્રેસની પરિવર્તન રેલી
અધ્યક્ષસ્થાનેથી વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ અત્યારે દિલ્હીમાં ‘વીર ભાષણવાળા’ની સરકાર છે તેવું કહી ભાજપના નેતાઓ કરતા તો ભવાઇના કલાકારો વધુ સારા હોવાનું નિવેદન કરી નાખ્યું હતું. રાજ્ય સરકાર થાળી–વેલણના વિરોધથી ડરી ગઇ હોવાથી લોકોની વચ્ચે જવાનું ટાળી રહી હોવાનું કહ્યું હતું.
અબડાસા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કચ્છમાં નર્મદાના પાણીના વિતરણ અંગે ભાજપના નેતાઓને જાહેર ચર્ચા માટે પડકાર ફેંકીને જો આ મુદ્દે ભાજપના કાર્યકરો આંદોલન કરશે. વી.કે. હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, શિવજી આહિર, બાબુભાઇ શાહ, નવલસિંહ જાડેજા, સાગર રાયકા, ભીખુભાઇ વારોતરિયા, મહેશ ઠક્કર, ઉષાબેન ઠક્કર, હરિભાઇ પટેલે હાકલ કરી હતી.