અંગ્રેજો સામે ખેડા-બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર-જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે : 13-09-2016

અંગ્રેજો સામે ખેડા-બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર-જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે ત્યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી, સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ, મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી મંડળના સભ્યોને હજારો પોલીસ કાફલા વચ્ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર-ભ્રષ્ટ નિતીને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note