રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય : 31-07-2019
રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય અને રાષ્ટ્રની ગૌરવવંતી આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની વહિવટી સેવામાં અહમ યોગદાન આપી શકે તે માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની સઘન તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૪ ઓગસ્ટના રોજ યોજાશે. સાથોસાથ તા. ૪ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગ મેનેજર વર્ગ-૩ ની પરીક્ષા પણ યોજાવા જઈ રહી છે. રાજ્યના એક લાખ દસ હજાર જેટલા યુવાન – યુવતીઓ સ્પીપાની પ્રવેશ પરીક્ષા માટે અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની નોકરી માટેની પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો