સરકારના મંત્રીશ્રીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈને રાજ્યમાં આરોગ્ય સેવાની સ્થિતિ શું છે તે સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. : 01-12-2018

  • જે મુંબઈ ખાતે બ્રીચકેન્ડી હોસ્પિટલ કે જ્યાં, મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર સારવાર લે છે જેનો ખર્ચ અતિ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ લીધેલી મોંઘી સારવારનો ખર્ચ કોણ ભોગવશે ?
  • સરકારના મંત્રીશ્રીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈને રાજ્યમાં આરોગ્ય સેવાની સ્થિતિ શું છે તે સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
  • રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી કે ગૃહ મંત્રીશ્રીએ ખાનગી હોસ્પિટલમાં લીધેલી તબીબી સારવાર અંગે નિયમ મુજબ સરકારી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર મેળવ્યું છે ખરું ?

ગુજરાતના મંત્રી મંડળના મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી ખાનગી હોસ્પિટલમાં, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિન પટેલ પર ઘૂંટણની સર્જરી રાજ્ય બહાર ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, સમગ્ર દેશમાં ગુજરાત ઘૂંટણની સર્જરીમાં અગ્રીમ રાજ્ય છે. ત્યારે રાજ્યના મંત્રી મંડળના વરિષ્ઠ સભ્ય અને ખાસ કરીને આરોગ્ય મંત્રીશ્રી ખાનગી હોસ્પિટલમાં રાજ્ય બહાર સારવાર કરાવે તે જ દર્શાવે છે કે, રાજ્યની સરકારી સિવિલ હોસ્પિટલો અને સામુહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત અનુભવી ડોક્ટરો અને આરોગ્ય વ્યવસ્થા પર શું સરકારને જ વિશ્વાસ નથી ? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note