કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો આજે 72મો જન્મદિવસ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પોતાવો જન્મદિવસ મનાવી રહ્યા છે. 9 ડિસેમ્બર 1946ના રોજ જન્મેલા સોનિયા ગાંધી આજે 72માં વર્ષના થયા છે. આજે 9 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, એવામાં કોંગ્રેસના સમર્થકો તેમને તેમના તરફી મતદાન કરી જીતાડવાનો પ્રયત્ન કરશે.

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીના જન્મદિવસ અને રાહુલ ગાંધીના તાજપોશીની તૈયારીઓમાં દિલ્લી કાર્યાલયને પહેલી વખત ફૂલહારથી સુશોભીત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતાઓને બાદ કરતા સ્થાનિક સાંસદો અને કાર્યકરો ખાસ હાજરી આપશે.

કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હવે સોનિયા ગાંધી રિટાયર્ડ થવાના છે, ત્યારે રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષપદ માટે પોતાનું નામાંકન ભર્યું છે અને 11 ડિસેમ્બર પછી તેઓ પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ પણ બની જશે, તેવું જાણવા મળી રહ્યું છે. સુત્રોના અહેવાલ મુજબ દિલ્લી કાર્યાલયમાં સોનિયા ગાંધીના જન્મદિવસ સાથે વિદાય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Source: http://sambhaavnews.com/national/sonia-gandhi-celebrated-her-birthday-delhi-congress-head-quarters/