ભાજપના શાસનમાં મૂડિપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણુ સુધર્યું છે, પરંતુ ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું માંગ : 07-04-2017

વિશ્વ આરોગ્ય દિવસે મુખ્યમંત્રી ફોટો ફંકશન અને ભાષણ કરતાં રહ્યાં બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ હેરાન-પરેશાન થયા. વારંવાર ઘટનાઓ બનતી હોવા છતાં ભાજપ સરકારને સિવિલ હોસ્પિટલોમાં સલામતી માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા ગંભીર ન હોય તેવું સ્પષ્ટ થાય છે. ભાજપના શાસનમાં મૂડિપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણુ સુધર્યું છે, પરંતુ ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું હોવાની સંપૂર્ણ વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરીકોનું આરોગ્ય ચિંતાજનક છે.  નાગરિકોના અપેક્ષિત આયુષ્ય 63 વર્ષ સાથે ગુજરાત દેશમાં 8 માં ક્રમે, બાળમૃત્યુના ઊંચા દરમાં 7માં ક્રમે, માતા મૃત્યુના ઊંચા દરમાં 8 માં ક્રમે ! ગુજરાત કરતાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને આંધ્રપ્રેદેશ જેવા રાજ્યો આગળ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note