કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, કરોડો રૂપિયા એકત્ર કરનાર ચિરીપાલ માટે ભાજપના મંત્રી-પદાધિકારીઓની : 01-12-2016
- ભાજપ સરકારના મંત્રી મહેરબાન, ચિરીપાલ પહેલવાન.
- કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, કરોડો રૂપિયા એકત્ર કરનાર ચિરીપાલ માટે ભાજપના મંત્રી-પદાધિકારીઓની મહેરબાની પાછળનું કારણ શું?
સામાન્ય નાગરિકને રહેવા માટેના એક રૂમ સાથે વધારાનું બાંધકામ અંગે કોઈ ફરિયાદ મળે તો કોર્પોરેશનના અધિકારીઓ જાણે કે કરોડો રૂપિયાની મિલ્કત ખાલી કરાવવાની હોય તેમ મોટા મોટા મશીનરી સાથે જે તે સ્થળે પહોંચી જઈને તેમના મરણમૂડી – જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ સાથે બાંધકામ તોડી નાંખે છે. જ્યારે બીજીબાજુ ચિરીપાલ જેવા જમીન માફિયા કે જેઓએ સંપૂર્ણપણે ગેરકાયદેસર મિલ્કતો ઉભી કરી, કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોય તેને વારંવાર દેખાવ પૂરતી નોટિસ આપીને બચાવવાના કરતૂતો પાછળ ભાજપ સરકારના મંત્રીશ્રીની સીધી મહેરબાના પાછળ ભાજપની ધન સંગ્રહ યોજના હોય તેવું સ્પષ્ટ થાય છે ત્યારે ધન સંગ્રહ યોજનાના ભાગીદાર ચિરીપાલના ગેરકાયદેસર બાંધકામ પર તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો