અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન.. : 08-03-2016
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી મીનાક્ષી નટરાજને ગુજરાતના કન્વીનર તરીકે શ્રી મકસૂદ મિરઝા અને સહ કન્વીનર તરીકે શ્રી ભરતસિંહ વાઘેલાની તાત્કાલિક અસરથી નિમણૂંક કરી છે. રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાષ્ટ્રીય ગુજરાતના કન્વીનર શ્રી મકસૂદ મિરઝા અને સહકન્વીનર શ્રી ભરતસિંહ વાઘેલાની નિમણૂંકને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ આવકારી છે આગામી સમયમાં રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન પક્ષ માટે વિસ્તૃત કાર્યક્રમો આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો