મહિલા મુખ્યમંત્રીએ હોમવર્ક કરવાની જરૂર: અહેમદ પટેલના CM ઉપર પ્રહારો
– શુક્રવારે ડેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીએ આપેલા નિવેદન સામે કોંગ્રેસ આકરા પાણીએ
– રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલે માદરે વતન પિરામણ ખાતે પુત્ર ફૈઝલ સાથે કર્યું મતદાન
– કોંગ્રેસે હંમેશા આદિવાસી વિસ્તારમાં પડખે રહી કામ કર્યું છે, આદિવાસીને મુખ્યમંત્રી તેમજ કેબિનેટ મંત્રી બનાવ્યા છે
– જી.એસ.ટી બાબતે પક્ષના વર્કિંગ કમિટી તેમજ સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય કરવામાં આવશે
– અસિષ્ણુતા મુદ્દે પી.એમ.દ્વારા જરૂરી વાતાવરણ ઊભું કરવું જોઈએ અને અસિષ્ણુતા સામે કાર્યવાહી કરવી જોઈએ
– કોંગ્રેસે હંમેશા આદિવાસી વિસ્તારમાં પડખે રહી કામ કર્યું છે, આદિવાસીને મુખ્યમંત્રી તેમજ કેબિનેટ મંત્રી બનાવ્યા છે
– જી.એસ.ટી બાબતે પક્ષના વર્કિંગ કમિટી તેમજ સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય કરવામાં આવશે
– અસિષ્ણુતા મુદ્દે પી.એમ.દ્વારા જરૂરી વાતાવરણ ઊભું કરવું જોઈએ અને અસિષ્ણુતા સામે કાર્યવાહી કરવી જોઈએ
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા ની પિરામણ ગામ ખાતે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે મતદાન કરતાં રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા રાજ્ય માં જે પ્રમાણે કોગ્રેસ માટે વાતાવરણ ઊભું થયું છે. તે જોતાં પરીવર્તન ના પવન સાથે રાજ્યના વિકાસ ની વાતો કરતાં લોકોના વિકાસનો ફુગ્ગો ફૂટી જશે અને રાજ્ય માં કોગ્રેસ નો ભવ્ય વિજય સાથે ભરૂચ જીલ્લામાં પણ ભાજપ સત્તા પર આવશે. તો જી.એસ.ટી. તેમજ અસિષ્ણુતા અને ડેડીયાપાડા ખાતે અહેમદ પટેલ પર મહિલા મૂખ્ય મંત્રી દ્વારા સાધેલા નિશાનનો જડબાતોડ જવાબ આપતા સી.એમ.એ હોમવર્ક કરવાની જરૂરત હોવાનું જણાવ્યુ હતું.
ભરૂચ જિલ્લાના પનોતાપુત્ર અને રાજ્ય સભાના સંસાદ અહેમદ પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકા ના પિરામણ ગામે ભરકોદરા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ની બેઠક માટે 11.30 કલાકે પોતાના પુત્ર ફૈઝલ પટેલ સાથે પિરામણ પ્રાથમિક શાળા મતદાન કર્યું હતું. એ પૂર્વે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા જે વિકાસ મોડલ ની વાત કરે છે, તે પરિણામ આવતાજ ફૂટી જશે રાજ્ય માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા હોય તમામ માં મોટા પાયે કોગ્રેસ સત્તાપર આવશે.તો ભરૂચ જિલ્લા માં પણ કોગ્રેસ બાજી મારશે. જી.એસ.ટી બાબતે તેમણે જણાવ્યુ હતું કે પક્ષના નેતા મનમોહન સિંહ ત્મેયાજ સોનિયાજી સાથે પી.એમ .ની બેઠક થઈ છે. જે બાદ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-BHA-OMC-mp-ahmed-patel-say-cm-needs-to-homework-for-adivasis-issue-5181487-PHO.html