આદીજાતિ સંસ્કૃતિના વિકાસ માટે ખાસ પેકેજ આપવા કોંગ્રેસની માંગ : 06-08-2018
- વિશ્વ આદીવાસી દિવસે જાહેર રજા સાથે
- આદીજાતિ સંસ્કૃતિના વિકાસ માટે ખાસ પેકેજ આપવા કોંગ્રેસની માંગ
- ઉંમરગામથી અંબાજી સુધીના આદીવાસી વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ કરવા સાથે રોજગારી આપવી જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી આદીવાસી સમાજની સદંતર અવગણના કરવામાં આવી રહી છે ત્યારે ૯મી ઓગસ્ટ વિશ્વ આદીવાસી દિવસે સમગ્ર આદીવાસી વિસ્તારના વિકાસ માટે ખાસ પેકેજ જાહેર કરવા સાથે આ દિવસે જાહેર રજા આપી આદીવાસી સમાજના વિકાસ અને પ્રોત્સાહન માટે રાજ્ય કક્ષાએ વિવિધ સરકારી કાર્યક્રમોનું આયોજન કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Tags: |