યુવા સ્વાભિમાન રેલી” : 08-03-2016
ગુજરાતની ભાજપ સરકાર જે રીતે ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે, ગુજરાતમાં ૨૫ લાખ કરતાં વધારે શિક્ષિત યુવાનો નોકરી માટે વલખાં મારી રહ્યાં છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકારે આ યુવાનોને નોકરીને આપવાને બદલે પોતાની સ્વપ્રસિધ્ધી પાછળ લાખો કરોડો રૂપિયા વેડફી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના યુવાઓના આક્રોશને વાચા આપવા માટે તા. ૯મી માર્ચ ૨૦૧૬ ના રોજ અમદાવાદ ખાતે આયોજીત “યુવા સ્વાભિમાન રેલી” ને અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પ્રમુખ તથા પંજાબના ધારાસભ્યશ્રી અમરિન્દરસિંહ રાજા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેવાના છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Tags: |