ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યાના બે મહિના કરતા વધુ સમય : 23-07-2016
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યાના બે મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં ઇજનેરી – ફાર્મસી- મેડીકલ – પેરામેડીકલ અને બી.એસ.સી.ના પ્રથમ વર્ષના પ્રવેશ માટે ઠામ-ઠેકાણા થતા નથી. અને દોઢ લાખ વિદ્યાર્થીઓ અંતે ક્યાં પ્રવેશ લીધો ? ક્યારે ભણવાનું શરુ થશે ? અને મને ઓનલાઈન પ્રવેશ મળશે કે નહિ તેવી દ્વિધ્ધામાં વિદ્યાર્થીઓ અટવાય રહ્યા છે ત્યારે ગુજરાત યુનીવર્સીટી સત્તાધીશો પ્રવેશ પ્રક્રિયાના નામે મોટી મોટી જાહેરાતો કરે છે પણ હકીકતમાં સત્તાધીશોની નીતિ ખાનગી કોલેજોના સંચાલકોને કઈ રીતે વધુ માં વધુ ફાયદો થાય, તે રીતે નિર્ણયો કરી રહ્યા છે. ત્યારે પ્રથમ વર્ષ બી.એસ.સી.ની પ્રવેશ પ્રક્રિયા ક્યારે પૂરી થશે અને કઈ રીતે થશે અને વિદ્યાર્થીઓને ચિંતા છે કે મને ભણવાની તક મળશે કે નહિ તેવો પ્રશ્ન પૂછતાં ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈના પ્રવક્તા શ્રી ભાવિક સોલંકી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Tags: |