ગુજરાતની ખેતીને બચાવવા રાજ્યના કૃષિમંત્રી પાસે કોઇ રોડ મેપ નથી. – મનહર પટેલ : 10-05-2023

તા.૧૦.૦૫.૨૦૨૩

અખબારી યાદી

 

  • જીએલડીસી – ગુજરાત રાજ્ય બીજ નિગમ – ગુજરાત રાજય બીજ પ્રમાણિત એજન્સી અને હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને ઠેકાણે પાડવાનો શ્રેય ધીરે ધીરે રાજ્યના કૃષિમંત્રી લઈ રહ્યા છે. – મનહર પટેલ
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમા ૫૦ % કરતા વધુ મહત્વના પદોની જગ્યા ખાલી હોવાને કારણે કૃષિ સંશોધન કાર્ય ઠપ, મા.કૃષિ મંત્રીને સરકારી કૃષિ યુનિ. બચાવમા રસ નથી પરંતુ અનઅધિકૃત બીટી કપાસ બીજના ધંધામા વધુ ધ્યાન. – મનહર પટેલ
  • ગુજરાતની ખેતીને બચાવવા રાજ્યના કૃષિમંત્રી પાસે કોઇ રોડ મેપ નથી. – મનહર પટેલ
  • ગુજરાતમા અનઅધિકૃત અને માન્યતા વગરના ખાતરો-જંતુનાશક દવા અને બીયારણ વેચાતુ અટકાવવામા રાજ્યનુ ખેતીવાડી ખાતુ નિષ્ફળ – મનહર પટેલ

 

ખેતી, ખેડુત અને ગામડાના મોટા સમુહને પ્રાધાન્ય આપવાના લક્ષ સાથે રાજ્યની તત્કાલિન કોંગ્રેસ સરકારે લાંબાગાળાની નિતીઓ ઉપર ભાર મુકેલ, અને તેમા સૌ પ્રથમ આધુનિક ખેતી તરફ ખેડુતોને વાળવા માટે રાજયમા ૧૯૭૨ મા ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામા આવી અને કૃષિ યુનિ.મા કૃષિ સંશોધન,કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ એમ ત્રણ મુખ્ય ઉદ્દેશો થકી ગુજરાતમા દરેક ગામના ખેડુતોને ઉત્તમ બીયારણની જાતો,આધુનિક ખેતી પદ્ધતિઓ અને ઓજારો પહોચતા થયા એટલે ખેડુતોને ખેતીમા નવી આશા બંધાઈ અને ભરોસો વધ્યો. આ પાયાનુ કામ તત્કાલિન કોંગ્રેસની સરકારે ત્રણ દાયકા પહેલા કરેલ જે આજે ખેડુતો માટે નક્કર અને પરિણામલક્ષી સાબિત થયુ છે.

 

આમ ૧૯૭૨ થી સાડા ત્રણ દાયકા સુધી રાજ્યની તત્કાલિન સરકારો ખેડુતની સાથે ઉભી રહી હતી અને તેને પુરક બનતી રહી હતી, એટલે ખેતીને નફાકારક બનાવવા પાછળ કોઇ મજબુત પરિબળ હોય તો તે ગુજરાત કૃષિ યુનિવર્સિટી છે.

 

ભાજપાની ખેડુત વિરોધી વેપારી માનસિકતા અને ખેતી,ખેડુત અને ગામડા સામે ઓરમાયા વર્તનને કારણે છેલ્લા અઢી દાયકાથી રાજયના ખેડુતોની હાલત બદથી બદતર બનતી જાય છે. ભાજપા સરકારને ખેતી કે ખેડુતની પીડા સમજવાનો સંવેદનાથી ક્યારેય પ્રયાસ કર્યો નથી. એટલે ગુજરાતની ખેતી છેલ્લા અઢી દાયકાથી પ્રશ્નોના પરિઘમાથી બહાર નીકળી શકતી નથી,આજે જે કઈ પણ ખેતીની આબાદી જોવા મળી રહી છે તે ભુતકાળમા કોંગ્રેસની સરકારોની દુરંદર્શિતાભર્યા નિર્ણયો થકી ગુજરાત કૃષિ યુનિ.ની સ્થાપના અને તેના દ્વારા થયેલા કૃષિ સંશોધનને આભારી છે,

 

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપા સરકાર દ્વારા કૃષિ સંશોધન પાછળના ફળવાતા બજેટમા બહુ મોટો કાપ મુકવામા આવી રહ્યો છે, કૃષિ યુનિ ના ત્રણ મુખ્ય ઉદ્દેશો હતા તે પૈકી કૃષિ શિક્ષણમા ખાનગીકરણની શરુઆત ૫ વર્ષ પહેલા થઈ ચુકી છે, અને એવી ખાનગી સંસ્થાઓની લાયકાત જોયા વગર કૃષિ યુનિ એકટમા ફેરફાર કરીને ખાનગી કૃષિ કોલેજોને મંજુરી આપવામા આવી રહી છે.જે ફલિત કરે છે રાજ્ય સરકારને કૃષિ સ્નાતકો તૈયાર કરવાની જવાબદારીમાથી મુક્તિ મેળવી લીધી છે. છતા કૃષિ મંત્રીશ્રી મૌન છે.

 

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમા કૃષિ સંશોધન માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી/સમકક્ષ ની મંજુર કુલ ૪૩ મા ૩૮ ખાલી, સહસંશોધન વૈજ્ઞાનિકશ્રી/સમકક્ષ ની મંજુર કુલ ૧૪૨ મા ૬૧ ખાલી અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી/સમકક્ષની મંજુર કુલ ૩૦૧ મા ૧૪૨ ખાલી છે,આમ કુલ મંજુર જગ્યા ૪૮૬ જગ્યા પૈકી ૨૪૧ જગ્યા ખાલી છે. આશરે ૫૦ % જગ્યાઓ ખાલી છે તેમા કૃષિ સંશોધનની અપેક્ષા કઈ રીતે રાખી શકાય ? આમ જુનાગઢ કૃષિ યુનિ.મા સંશોધન પ્રવૃતિ ઠપ પડેલ છે. જે રાજ્યના ખેડુત-ખેતીના ભવિષ્ય માટે ખુબ મોટી ગંભીર બાબત છે. રાજ્યની સરદાર કૃષિનગર યુનિ મા પણ સંશોધન સાથે જોડાયેલ મહત્વની જગ્યાઓ ૫૦ % કરતા પણ ખાલી છે,છતાં કૃષિમંત્રીશ્રી મૌન છે.

 

ગુજરાતનો ખેડુત-પશુપાલક છેલ્લા પાંચ વર્ષમા અનેક કમોસમી માવઠા અને ગાયમાતા ઉપર લંપી વાયરસની મહામારીના ભોગે ખેડુતોએ કરોડો રુપિયાની નુકશાની ભોગવી, પરંતુ આવા સમયે રાજ્ય સરકાર તરફથી માત્ર શબ્દોનુ આશ્વાસન મળ્યુ છે, રાજ્યના કૃષિમંત્રી કરોડોની સહાયની જાહેરાતોના ઢોલ પીટે છે અને વેઢે ગણાય તેટલા ખેડુતોને સહાય મળે છે.

 

સમયાંતરે નર્મદાની કેનાલો તુટે,નબળા-હલકા અનઅધિકૃત ખાતર-જંતુનાશક દવા અને બીયારણોનો ખેડુતો આર્થિક ભોગ બને, કૃષિ સંશોધન અધિકારી/વૈજ્ઞાનિક્શ્રીઓની જગ્યા ખાલીને કારણે ઠપ છે,રાજ્યની કૃષિને મજબુત કરતી ખેતી વિષયક સરકારી કંપનીઓ એક પછી બંધ કરવામા આવી રહી છે,અ તમામ બાબતો એ સુચવે છે કે રાજ્યના કૃષિખાતાના પ્રધાન પાસે કોઇ અસરકારક ખેતીલક્ષી પોલીસી નથી અને વિપક્ષના સુચનોનુ આ ભાજપા સરકારમા કોઇ સ્વાગત પણ નથી. તેના કારણે ખેડુતોનો ખો નિકળી રહ્યો છે.

 

મનહર પટેલ

પ્રવકતા,ગુજરાત કોંગ્રેસ

Tags: