ઓનલાઈન વોટીંગ પ્રોસેસ માં ભાગ લેનાર ઈ-વોટર્સ મત આપવાથી વંચિત રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ : 20-11-2015
ઓનલાઈન વોટીંગ પ્રોસેસ માં ભાગ લેનાર ઈ-વોટર્સ મત આપવાથી વંચિત રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમાં આશરે 20000/- નાગરિકોએ આ વખતે ચૂંટણી ઓનલાઈન વોટીંગ કરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું પરંતુ, તેમની અણ આવડતને કારણે હજુ સુધી ઈ-વોટર્સ વોટ આપી શકે તેમ નથી. જરૂરી રજીસ્ટ્રેશનની વિગતો મતદાતાઓ સુધી હજુ સુધી સફળતા પૂર્વક પહોંચાડવામાં વિલંબ થયેલ છે. પ્રથમ, ચૂંટણી પંચ દ્વારા યુઝરનેમ અને પાસવર્ડ આપ્યા હતા પરંતુ વેબલીંક મોકલી આપવામાં આવી ન હતી. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા ઈ-વોટીંગ માટે રજીસ્ટર્ડ થયેલ મતદાતાએ આ અંગે ચૂંટણી પંચમાં ફોન / ઈમેલ દ્વારા જાણ કરી ત્યારે તેમણે તા. 19-11-2015 ના 10-00 વાગ્યા સુધીનો સમય આપ્યા હતો. તેનું એક્ષસ્ટેન્શન આજ રોજ તા. 20/11/2015 ના 3-00 વાગ્યા સુધી આપ્યું હતું. તેમ છતાં, હજુ સુધી ટેકનીકલ ખામીઓના કારણે રજીસ્ટર્ડ થયેલ મતદાતાઓ ઈ-વોટીંગની પ્રક્રિયા એક્ટીવેટ કરવાની કામગીરી સફળતા પૂર્વક કરી શક્યા નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Tags: |