Paresh Dhanani slams government over dhaman ventilator
ગુજરાત સરકારે લોકડાઉન 4ની ગાઈડલાઈનની જાહેરાત બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું તે, સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટરને લઈને પણ પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકારને ધમણ અને વેન્ટિલેટર વચ્ચેનો તફાવત ખબર નથી.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ કથળેલી છે. કોરોના સામે લડવા આત્મનિર્ભર બનવું પડશે. સરકારે આપણને લોકડાઉન 4.0 તરફ ધકેલ્યા છે. અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. સાવચેતીનાં પગલાં લેવામાં સરકાર ચૂકી ગઈ છે.
આ ઉપરાંત પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકારને ધમણ અને વેન્ટિલેટર વચ્ચેનો તફાવત ખબર નથી. વ્યવસ્થાની અંદર ગુંચવાડો ન ઉભો કરે સરકાર તેવું પણ ધાનાણીએ જણાવ્યું હતું. અને કહ્યું હતું કે, તાલુકા કક્ષાએ કોરોનાની ચકાસણી થાય તે જરૂરી છે. આ ઉપરાંત પાન અને માવાની દુકાનો ખુલ્લા રાખવા અંગે ધાનાણીએ કહ્યું કે, પહેલાં કોરોના સામે લડવું છે કે વ્યસન સામે તે નક્કી કરો.
Tags: |