મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

NRC , CAA ગેરબંધારણીય અને નાગરિકોના સંવૈધાનિક અધિકારનું હનન કરનાર હોય રદ કરવામાં આવે તથા વિધાનસભામાં ખેડૂતોના દેવા માફી, 100% પાક વીમો, સરકારી હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં બાળ મૃત્યુના કારણો, બિનસચિવાલય પરીક્ષા, મોંઘવારી, વિદ્યાર્થીઓ ઉપર થતાં ખૂની હુમલાઓ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે વિસ્તૃત ચચાઁ વિચારણા કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી તથા વરિષ્ઠ આગેવનોના પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.