પ્રતિક ધરણા

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શાપરમાં થયેલ દલિત યુવાનનીં હત્યાના વિરોધમાં ડૉ બાબાસાહેબ આંબેડકરજી નીં પ્રતિમા પાસે સારંગપુર ખાતે બપોરે ૦૩-૦૦ કલાકે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા કુ. શૈલજાજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહીતના વરિષ્ઠ આગેવાન તથા મોટી સંખ્યામાં કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ દલિત સમાજને સુરક્ષા આપવા માંગ કરી હતી.