મહેસાણા જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાની ઉપસ્થિતિમાં લુણાવાડા ખાતે “મહેસાણા જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા કોંગ્રેસ કારોબારી મીટીંગમાં ઉપસ્થિત આગેવાનો – કાર્યકરોએ ખેડૂતોની સમસ્યાઓ, બેરોજગારી, શિક્ષણ, મોંઘવારી સહિતના પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી સત્તાના અહંકારમાં ચૂર ભાજપ સરકાર સામે મજબૂતીથી ઉઠાવી અને જનસેવાના કાર્યો અવિરતપણે કરતાં રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીત થાય તે માટે શહેર,ગામ અને બુથ લેવલ સુધી સમર્પણથી મહેનત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો






