પાટણ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે “પાટણ જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  પાટણ જિલ્લા કોંગ્રેસ કારોબારીમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં હાજર રહેલા સૌ આગેવાનો – પદાધિકારીઓએ પક્ષના સંગઠનને વેગવંતુ બનાવીને જનતાના હક અને અધિકારની લડાઈમાં સતત સક્રિય રહેવાની એકસૂરે વાત કરી હતી  સાથે જ રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં સામાન્ય લોકોની સમસ્યાઓ, પ્રશ્નોના મુદ્દા સાથે તકવાદી રાજનીતિ, વિશ્વાસઘાત, અને જનમતના અપમાન કરનાર સામે લોકશાહીમાં વ્યક્તિ નહીં જનતા સર્વોપરી છે તેવું સિદ્ધ કરી બતાવી કોંગ્રેસની જીત નિશ્ચિત કરવાની પક્ષના દરેક કાર્યકરો દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી