જસદણ વિધાનસભા માટે ઉમેદવારીપત્ર ભરતા શ્રી અવસરભાઈ નાકીયા
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા આજ રોજ જસદણ વિધાનસભા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. કોંગ્રેસ પક્ષના જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટેના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા ઉમેદવારી નોંધાવતા પહેલા જસદણ ખાતે જન આશીર્વાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા હતા જસદણની પેટા ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા ઉમેદવારીપત્ર રજુ કરે તે પહેલા વિશાળ જનસભા-રેલીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી, વરિષ્ઠ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, શ્રી વિરજીભાઈ ઠુમ્મર, શ્રી સોમાભાઈ પટેલ, શ્રી હર્ષદ રીબડીયા, શ્રી મોહંમદ જાવીદ પીરઝાદા, શ્રી નૌશાદ સોલંકી, શ્રી લલિત કગથરા, શ્રી લલિત વસોયા, શ્રી ઋત્વિજ મકવાણા, શ્રી બ્રિજેશ મેરજા, શ્રી વલ્લભ ધારવીયા, શ્રી ચિરાગ કાલરીયા સહિતના આગેવાનોએ સંબોધન કરીને “જીતશે જસદણ” નો નારો લગાવ્યો હતો.










