સ્વ. ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમીતચાવડાએ આજ રોજ અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને દેશની એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી અમીત ચાવડાના અધ્યક્ષસ્થાને વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર યુનીવર્સીટીના પૂર્વ કુલપતિશ્રી ડૉ.વિદ્યુત જોષી અને પૂર્વ સાંસદશ્રી નવીનચંદ્ર રવાણી ખાસ વક્તા તરીકે ઉપસ્થિત રહી સરદાર સાહેબ અને સ્વ.ઈન્દીરાજીના જીવન પર વ્યાખ્યાન આપ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, વિવિધ ક્ષેત્રના ભાઈ-બહેનો ઉપસ્થિત રહીને સરદાર સાહેબ અને ઈન્દિરાજીના જીવન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા ઉપસ્થિત રહ્યા હતા




















