“જનતાનો અવાજ” એજ્યુકેશન મેનીફેસ્ટો

  • “ જનતાનો અવાજ ” લોકસભા-૨૦૧૯ માટે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણની જોગવાઈ અંગે પરામર્શ બેઠક
  • કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જનતાનો અવાજ સાંભળીને લોકસભાની ચૂંટણી અન્વયે કોંગ્રેસ પક્ષનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

લોકસભા-૨૦૧૯ માટે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરો “જનતાનો અવાજ” અન્વયે સંવાદ બેઠક ભાઈકાકા ભવન, લો ગાર્ડન, અમદાવાદ ખાતે આયોજનપંચના પૂર્વ સભ્ય ડૉ.ભાલચંદ્ર મૂંગેકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી ઢંઢેરા પરામર્શ બેઠકમાં શિક્ષકો, અધ્યાપકો, પ્રાધ્યાપકો, પ્રિન્સીપાલશ્રીઓ, શિક્ષણશ્રેત્રે સંકળાયેલા મહાનુભાવોના ઉપસ્થિત રહી મહત્વના સૂચનો કાર્ય હતા