ઓઢવ વિસ્તારમાં બનેલ દુઃખદ ઘટના અંગે અસરગ્રસ્ત પરિવારો તથા વિસ્તારની મુલાકાત લેતા અમિત ચાવડા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે એક ગરીબો માટેના આવાસનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૪ થી વધુ ઘાયલ થયા છે. ઓઢવ ખાતેના ગરીબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃખદ ઘટના અંગે પીડિત પરિવાર સહીત સ્થાનિક રહેવાસીઓના દુઃખમાં ભાગીદાર થવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ રૂબરૂ મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, ઓઢવ ખાતે ગરીબો માટેના ૮૪ બ્લોકોમાં ૧૩૪૪ જેટલા ઘરો છે. રૂબરૂ મુલાકાત દરમિયાન મોટા ભાગના બ્લોકો અને ઘરોની હાલત ગમે ત્યારે ધસી પડે તેવી છે. સ્થાનિક નાગરિકોએ વિવિધ બ્લોકોની જર્જરિત હાલત માટે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પણ કોર્પોરેશનના સત્તાધીશોએ ગરીબ નાગરિકોની વેદનાને ગંભીરતાથી કાને ધરી ન હતી.