મહેસાણા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ

તારીખ ૨૮-૦૧-૨૦૧૭ના રોજ સ્થાનિક સ્વરાજની ઉત્તર ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ મહેસાણા ખાતે યોજાઈ. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અને AICC મંત્રી વર્ષાબેન ગાયકવાડ તથા ધારાસભ્યશ્રીઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાના પદાધિકારીશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…