CMS Negligence in case of Dhamman-1 : Amit Chavda
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્યસરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે.
56 દિવસમાં એક વખત મુખ્યમંત્રી બંગલાની બહાર નીકળ્યા હતા. 5 એપ્રિલના રોજ ધમણ-1ના લોંચીગ માટે મુખ્યમંત્રી બહાર આવ્યા હતાં. તે આવકારદાયક હતી. પરંતુ ધમણ-1 લોકોને સાજા કરવામાં પુરતુ સફળ રહ્યું નથી. 4 એપ્રિલના રોજ રાજ્ય સરકારે 1 હજાર નવા વેન્ટિલેટર ખરીદવાની વાત કરી હતી. તેમાંથી કેટલા વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે. તેનો જવાબ સરકાર આપે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને પગલે દર્દીઓની વધી રહેલી સંખ્યાને પહોંચી વળવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ-1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટીલેટર પર સવાલો ઉભા થયા છે. અમદાવદના સિવિલના તબિબોએ લેખિતમાં આ અંગે ફરિયાદ કરી છે કે, ધમણ વેન્ટીલેટર કોરોનાના દર્દીઓ માટે ધાર્યું પરિણામ આપતી શક્તુ નથી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ 1 વેન્ટિલેટર અંગે લેખિત રજૂઆત કરી છે. રાજકોટમાં બનેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કોરોનાના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નહિ હોવાનો દાવો તબીબોએ કર્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સરકાર પાસે બીજા 100 હાઈએન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરી છે. સિવિલમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરાઈ છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 75 ધમણ-1 વેન્ટિલેટર કાર્યરત છે.
Tags: |