સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી
દેશના પૂર્વ વડાપ્રધાન અને ટેકનોલોજીના પ્રણેતા, ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતી નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, પૂર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મધુસુદન મિસ્ત્રી, શ્રી અમીબેન યાગ્નિક, યુવા નેતા શ્રી હાર્દિક પટેલ તથા વરિષ્ઠ આગેવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી
































