સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ ઉજવણી
દેશના પૂર્વ વડાપ્રધાન અને ટેકનોલોજીના પ્રણેતા, ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના તમામ જીલ્લા, ગામે-ગામ અને તાલુકા કક્ષાએ “વૃક્ષારોપણ”,જેમને ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય અને પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરતા હોય તેવા યુવાનોનું સન્માન, ફ્રુટ વિતરણ તથા બ્લડ ડોનેશનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.



















































