શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે “રક્તદાન શિબિર”

સત્ય, અહિંસાના સિદ્ધાંતો સાથે સામાન્ય નાગરીકોના જીવનમાં પરિવર્તન માટે સતત લડત આપતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યકશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ઘાંસીરામ ચૌધરી ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમમાં રક્તદાન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસે યોજાયેલ રક્તદાન શિબિરમાં એકત્ર થયેલ લોહી થેલેસેમિયા કેન્સરના દર્દીઓને ઉપલબ્ધ કરાશે. શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસને સામાજીક સેવાના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી છે. જેમાં “વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન” ની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતેની રક્તદાન શિબિરમાં ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, શ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી ડૉ.વિજય દવે, મહામંત્રીશ્રી સતીષ પંડ્યા, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી, મંત્રીશ્રી અમૃત પંડ્યા, ઈલ્યાસ કુરેશી, શહેર પ્રમુખશ્રી શશીકાંત પટેલ, મ્યુનિ.વિપક્ષ નેતાશ્રી દિનેશ શર્મા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિ, પ્રદેશ અને શહેરના પદાધિકારી, એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને માનવતાના મહાકાર્ય રક્તદાનમાં જોડાયા હતા.