વિશ્વાસઘાત દિવસ નિમિત્તે પ્રતિક ધરણા
લોકોના પ્રશ્નોને વાચા આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ તા. ૨૬મી મે, ભાજપના કેન્દ્રીય શાસનના ચાર વર્ષ પૂર્ણ થવાના દિવસને “વિશ્વાસઘાત દિવસ” તરીકે જાહેર કરેલ છે. જે અંતર્ગત આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદમાં ખાતે “પ્રતિક ધારણા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનો સહીત પ્રદેશ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.























