વડોદરા ખાતે ઘર મેળવવા આંદોલન કરી રહેલ રહીશોની મુલાકાત લેતા અમિત ચાવડા
ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંજયનગર વિસ્તારના 1000 કરતા વધુ પરિવારોને બેઘર કરી PPP ના નામે કરોડો રૂપિયાની મહામૂલી જમીન માનીતા બિલ્ડરોને આપી કરોડોનો ભ્રષ્ટાચાર કરેલ છે. 3 વર્ષ થી ઘર મેળવવા આંદોલન કરી રહેલ રહીશોએ ગાંધીનગર-દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ આંદોલન કરી રહેલા રહેશોની મુલાકાત લીધી હતી. કૉંગ્રેસના કાર્યકરો ગરીબોના હક અધિકાર માટે ની લડાઈમાં પ્રથમ દિવસથી જ જોડાયેલા છે, કૂચમાં પણ જોડાશે.









