“લોકશાહી બચાઓ-બંધારણ બચાઓ”

રાજસ્થાન અને દેશભરમાં બંધારણીય પદોનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પક્ષની સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો સતત થતા રહે છે તેના વિરુદ્ધ દેશમાં તમામ રાજભવનો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ દ્વારા “લોકશાહી બચાઓ-બંધારણ બચાઓ”ના નારા સાથે રાજ્યપાલના નિવાસ્થાન બાહર રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું