મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

દલિત સમાજના પ્રસંગોમાં છેલ્લા એક સપ્તાહથી જે ઘટનાઓ બની રહી છે તે આપણા ગુજરાત માટે લાંછનરૂપ છે. આવી ઘટનાઓથી રાજ્યની સામાજિક સમરસતા ડહોળાઈ રહી છે, તેમ છતાં સરકારની આરોપીઓને છાવરવાની નીતિ નિંદનીય છે. રાજ્યમાં ઉનાકાંડ જેવી ઘટનાઓ બની તેમ છતાં દોષીતો સામે આજ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર તપાસના ઠાલા વચનો આપીને આરોપીઓને ખુલ્લો દૌર આપવામાં આવી રહ્યો છે. પરિણામ એ છે કે ગુજરાતમાં દર વર્ષે દલિતોની સરેરાશ ૨૧ હત્યાઓ થઈ રહી છે. જ્યારે દરવર્ષે સરેરાશ ૩૩ દલિત મહિલાઓ સાથે બળાત્કાર જેવી જધન્ય ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં આ દલિત વિરોધી સરકારનું પેટપણ હાલતુ નથી, સામાજીક સમરસતા જેવા મહત્વના મુદ્દે સરકાર ગંભીરતા દાખવે તે માટે ગુજરાત કોંગ્રેસના પ્રતિનીધી મંડળે રાજ્યપાલશ્રીને મળીને તેઓ શ્રી સરકારને યોગ્ય ત્વરીત અને અસરકારક પગલા લેવા માટે નિર્દેશ આપે તેવી માંગ સાથે આવેદનપત્ર સોંપ્યુ હતુ.