કાઉન્ટીગ એજન્ટ્સની તાલીમ શિબિર

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને સાસંદશ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના વરિષ્ઠ આગેવાનશ્રીની ઉપસ્થિતમાં લોકસભા – ૨૦૧૯ની ચુંટણી પ્રક્રિયાના ભાગ રૂપે કાઉન્ટીગ એજન્ટ્સની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શહેર/જીલ્લા પ્રમુખશ્રી, લોકસભા ઉમેદવારશ્રીઓ તથા લોકસભા બેઠકની વિધાનસભા પ્રમાણે મતદાન મથક પર જનાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા