સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના આગેવાનો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મારૂ, ભાવનગર જિલ્લા પ્રમુખશ્રી પ્રવિણ રાઠોડ, રાજ મહેતા, વિજયભાઈ બારૈયા, લાલભા ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અસર પામેલા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની હાલાકી-પરેશાની અંગે ચિતાર મેળવ્યો હતો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું આયોજન કર્યું હતું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા તથા સ્થાનિક આગેવાનો અતિવૃષ્ટિના કારણે સ્લેબ તૂટવાથી મૃત્યુ પામેલ સ્વ. યુ. એન. માંડવીયાના પરિવારજનોને સાંત્વના પાઠવી એજ ગામના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ૯ જેટલા બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ ખબર અંતર પુછી ત્યાંથી ભાદરોડ-મફતપુરા ખાતે અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારજનોને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરેલ કીટ વિત્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાઘનગર, કતપર ગામોના અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનોની મુલાકાત લઈ તેઓની તકલીફો – લાગણીઓનો ચિતાર મેળવીને તેઓના દુઃખમાં સહભાગીદાર બન્યા હતા.









