ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ વંદના
આપણી હંમેશા એ પરંપરા રહી છે કે ગુરૂજીઓનો આદર સત્કાર કરવો. સરસ્વતી અને વિદ્યાનું આપણાં સમાજ જીવનમાં વિશેષ સ્થાન રહ્યું છે. બાળપણથી જ આપણે ગુરૂના આદર સત્કારના સંસ્કારનું સીંચન કરીએ છીએ. આપણી આ વિશિષ્ટ પરંપરાના ભાગરૂપે જ આપણે દર વર્ષે અષાઢ સુદ પૂનમને દિવસે ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ અને તે દિવસે આપણાં ગુરૂજનોનું પૂજન કરીએ છીએ, તેમનો આદર-સત્કાર કરીએ છીએ. દેવી-દેવતાઓનું પણ પૂજન કરીએ છીએ. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરૂપૂર્ણિમાના પવન પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારના તમામ તાલુકામાં પક્ષના આગેવાનો-કાર્યકરો દ્વારા જે તે વિસ્તારના સ્થાનિક ગુરૂજનો, સંત-ભગવંત, આચાર્ય સાહેબો, મહારાજ સાહેબોનું ગુરૂપૂજન તેમજ ધાર્મિક સ્થાનોએ પણ પૂજા-અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો














































