પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સામે પ્રદર્શન

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં તાજેતરમાં થયેલા વધારાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી એક રેલીના આયોજન દ્વારા પ્રજામાં ભાજપ સરકારના પ્રજા વિરોધી વલણને ઉજાગર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ રેલીમાં પેટ્રોલ-ડીઝલ વિના ચાલતાં સાઇકલ, પગરીક્ષા, ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું જેવા જ વાહનોનો દ્વારા વિરોધ દર્શાવામાં આવ્યો હતો