પંચમહાલ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ડૉ. તુષાર ચૌધરીનીની ઉપસ્થિતિમાં મોરવાહડફ ખાતે “પંચમહાલ જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ, બેરોજગારી, શિક્ષણ, સુરક્ષા, મોંઘવારી સહિતની પ્રજાની સમસ્યાઓ માટે સરકાર સામે મજબૂત લડતનો સંકલ્પ કરવામાં આવ્યો.. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની સત્તાની ભૂખ માટે બિનલોકતાંત્રિક નીતિઓ, જનમત વિરુદ્ધની કામગીરીઓ અને વિવિધ પ્રશ્નો ઉજાગર કરવા સાથે સંગઠન અને પ્રચારની છેક સુધી જવાબદારી સંભાળી કોંગ્રેસનો વિજય થશે તે માટે સૌ આગેવાનો – કાર્યકરોએ મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો