દાંડી સમાપન પદયાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આજરોજ ૮૮મી દાંડી સમાપન પદયાત્રા નવસારી જીલ્લામાં મટવાડ થી દાંડી સુધી પ્રદેશ મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને આયોજિત થયેલ. આ દાંડી સમાપન પદયાત્રામાં શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ શ્રી મહેન્દ્ર જોશીજી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ તુષાર ચૌધરી, શ્રી પ્રતાપનારાયણ મિશ્રાજી, શ્રી મીનલબેન ગોહિલ, શ્રી ગૌરવ પંડ્યા, શ્રી જવાહરભાઈ ઉપાધ્યાય, ગુજરાત કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા રાષ્ટ્રીય નેતાશ્રીઓ તેમજ કોંગ્રેસ સેવાદળના સૈનિકો પ્રદેશ હોદ્દેદારશ્રીઓ તેમજ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પક્ષના ૧૫૦૦ થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ દાંડી પદયાત્રાની મટવાડ થી શરૂઆત શહીદ સ્મારકના શહીદશ્રીઓને પુષ્પાંજલિ કરી ત્યાર બાદ દાંડી મુકામે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તમામ ઉપસ્થિત રહેલ આગેવાનો સાથે ગાંધી વિચારની પ્રતિજ્ઞા વાંચન દાંડી મુકામે કરવામાં આવી હતી ત્યાર બાદ ગાંધી પાર્થના મંદિરમાં સામુહિક ગાંધી ભજનો કરવામાં કરવામાં આવ્યું હતા અને ગાંધી જીવન અને દાંડી યાત્રાનું મહત્વ ઉપરોક્ત તમામ વરિષ્ઠ આગેવાનશ્રી વક્તવ્ય કરી માર્ગદર્શન આપ્યું હતું















