“ક્રાંતિ દિવસ”ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા માર્ચ’

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા “ક્રાંતિ દિવસ” નિમિત્તે ‘તિરંગા માર્ચ’ નું આયોજન રાષ્ટ્રીય તિરંગા ધ્વજ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. “ક્રાંતિ દિવસ” નિમિત્તે આયોજિત ‘તિરંગા માર્ચ”માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકી, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, ગુજરાત કોંગ્રેસ સેવાદળના પદાધિકારી તથા કાર્યકરો અને મિત્રો મોટી સંખ્યામાં જોડાઈ ભદ્ર લાલ દરવાજા શહીદ સ્મારક થી રૂપાલી સિનેમા, ઇન્દિરાજી – રાજીવજીની પ્રતિમા, સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઈંદુલાલ યાજ્ઞિકની પ્રતિમાને શ્રધ્ધાસુમન કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં રાજીવ ગાંધીની પ્રતિમાને શ્રધ્ધાસુમન, પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી