“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ગયું છે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત પંદરમાં વર્ષે  કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના વરિષ્ઠ આગેવાનશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું