ખેડૂત વિરોધી ખરડાઓના વિરોધમાં ન્યાય કુચ
ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાન સભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની આગેવાનીમાં ‘ન્યાયકૂચ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા.









