સ્મીમેર અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા શ્રી અમિત ચાવડા
કોરોના મહામારી દરમિયાન સુરતમાં વધતા જતા કોરોના કહેર વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઇ ચાવડા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા, સુરત મનપાના વિપક્ષનેતા પ્રફુલભાઈ તોગડીયા, પ્રદેશ આગેવાન રાજેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના આગેવાનોએ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાએ સુરતના આંજણા ટેનામેન્ટના રી-ડેવલોપમેન્ટ ૪૧૬ ઘરોના રહીશોની રૂબરૂ મુલાકાત કરી હતી.








