જગન્નાથ મંદિર ખાતે જગન્નાથજીની આરતી તથા દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ ભગવાન શ્રી જગન્નાથજીની આરતી તથા દર્શન કર્યા અને મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા.

ભગવાન જગન્‍નાથજીના આશિર્વાદ સતત ગુજરાતના લોકો પર ઉતરે તથા સુખ, શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના.