સસ્તા અનાજની દુકાનો પર રૂબરૂ નિરીક્ષણ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતના દરેક એ.પી.એલ ધારકોને સસ્તા અનાજ વિતરણ નો લાભ મળવો જોઈએ એવી કડક માંગ ના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા અનાજની દુકાનો પરથી એ.પી.એલ ધારકોને અનાજ મળવાની શરૂઆત થઈ. જેને લઈ પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા દ્વારા આંકલાવ વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાં આવેલ સસ્તા અનાજની દુકાનો પર જઈ અનાજ વિતરણ વ્યવસ્થા પારદર્શી રીતે થાય અને અનાજ નો જથ્થો જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે એ હેતુથી સસ્તા અનાજની દુકાનો પર રૂબરૂ નિરીક્ષણ કર્યુ.









