“ગાંધી સંદેશ પદયાત્રા”

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ ના સમાપન પ્રસંગે સરદારબાગ થી કોચરબ આશ્રમ “ગાંધી સંદેશ પદયાત્રા “ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી દીપકભાઈ બાબરીયા, એ.આઈ.સી.સી. પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતીજી, શ્રી જીતેન્દ્ર બઘેલજી, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ, યાત્રાના કન્વીનરશ્રી બાલુભાઈ પટેલ, શ્રી મૌલીન વૈષ્ણવ, ડૉ. તુષાર ચૌધરી, સાંસદશ્રી નારણભાઈ રાઠવા, અમીબેન યાજ્ઞિક સહિત ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને ગાંધી વિચારધારામાં માનનારાઓ જોડાયા હતા. પદયાત્રા પુર્ણ થયા બાદ ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું