વડોદરા ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ તથા સ્થાનિક આગેવાનોને વડોદરા શહેર – જીલ્લાના વિવિધ પુરગસ્ત સ્થળોની મુલાકાત કરી હતી. ભારે વરસાદ ને લીઘે યુવા કૃણાલના પરિવારની પણ મુલાકાત લઈ સાંત્વના આપી હતી. વડોદરામાં ભારે વરસાદ અને માનવ સજિઁત પૂર ને કારણે ભારે નુકસાન-હાલાકી લોકો ભોગવી રહયાં છે. ભાજપ સરકાર નું તંત્ર 4 દિવસ પછી પણ અસરગ્રસ્તોને રાહત પહોચાડવામાં નિષ્ફળ ગયું છે. નદી અને વરસાદી પાણી નિકાલના કાંસ ઉપર સરકારની મીલીભગતથી બેફામ ગેરકાયદેસર બાંધકામના કારણે, આયોજન અને જાણ કયૉ સિવાય આજવા તળાવ માંથી પાણી છોડવામાં આવ્યું અને ભ્રષ્ટાચાર રુપી પ્રિ મોનસુન પેપર પ્લાન ના કારણે તારાજી થઈ.









